ગોઝારા અકસ્માતમાં 9 લોકોને ભેટી ગયું મોત, મોદીએ દુઃખ વ્યક્ત કરીને જાહેરાત કરી મૃતકોના પરિજનનોને 2 લાખની સહાયતા

વલસાડથી ભરૂચ આવતા ફોર્ચ્યુંનર કારના ડ્રાઈવરને ઝોકુ આવી જતા સર્જાયો અકસ્માત. તેમાં ફોર્ચ્યુંનરમાં બેઠેલા 8 લોકો તેમજ બસમાં બેઠેલા એક મુસાફર સાથે 9 લોકોના કરૂણ થયા મોત. નવસારીમાં ખાનગી બસ અને કાર વચ્ચે ભયાનક રીતે સર્જાયો અકસ્માત. વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જીંદગીનો જ છેલ્લો દિવસ બની ગયો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુંનર કારના ચાલકને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો. જેમાં ફોર્ચ્યુંનરમાં બેથેલા 8 લોકોના તેમજ બસમાં સવાર એક મુસાફર સહિત 9 લોકોના કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે 25 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

અમદાવાદ ખાતે BAPSના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા. તો ઘટનાને ધ્યાન માં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. તો ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.