રાજકોટની 9 વર્ષની હિરવા અજય દેવગન સાથે જોવા મળશે ફિલ્મ ભોલામાં, સિરિયલોમાં કરી ચૂકી છે શાનદાર અભિનય

રાજકોટ: રાજકોટની એક નવ વર્ષની બાળકી કે જે અત્યાર સુધીમાં ચાર સિરિયલમાં રોલ કરી ચૂકી છે અને હવે તે આગામી દિવસોમાં ભોલા નામની અજય દેવગનની ફિલ્મમાં જોવા મળશે. હિરવા ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારી જર્ની અત્યાર સુધીની ખુબ જ સારી રહી છે.મે દિલ ધડકે ધડકને દો, ગુમ હૈ કિસી કે પ્યારમે, કાશીબાઈ બાજીરાવ બલાલ અને શુભ લાભમાં કામ કર્યું છે. આ સાથે જ અપકમિંગ મુવી ભોલામાં કામ કર્યું છે. મારે ફિલ્મભોલામાં કામ કરવા માટે ઘણુ હાર્ડ વર્ક કરવું પડ્યું હતું. હિરવાના પિતાનું નામ સમીરભાઈ છે અને તેઓ ઇલેક્ટ્રિક બાઇક વેચવાનો અને રિપેર કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે તેનાં માતા સોનલબેન ત્રિવેદી હાઉસ વાઈફ છે.

હીરવા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સેન્ટમેરી સ્કૂલમાં ધોરણ 4મા અભ્યાસ કરે છે.હીરવાને પહેલાથી જ એક્ટિંગ પ્રત્યે લગાવ હતો. તેને અનેક જાહેરાત માટે પણ કામ કર્યું છે. તેમજ ટીવી સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે. ગુજરાતના રાજકોટ શહેરની લિટલ સ્ટાર એવી હીરવા અજય દેવગન સ્ટાર અને નિર્દેશિત ‘ભોલા’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરવા જઇ રહી છે અને આ ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળશે.ભોલા અજય દેવગનની અત્યાર સુધીની સૌથી સાહસિક ફિલ્મ છે. તેને વન-મેન આર્મીની સ્ટોરી તરીકે દર્શાવવામાં આવી છે.ફિલ્મનું પ્રથમ ટીઝર લોન્ચ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે અને આ ટીઝરમાં હીરવા એક ડાયલોગ બોલતી જોવા મળે છે. આગામી 30 માર્ચના રોજ રિલીઝ થનાર અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ મા અજય દેવગનની દીકરી જ્યોતિનું પાત્ર રાજકોટની હીરવા ત્રિવેદી ભજવી રહી છે.

ખૂબ જ નાની ઉંમરે મનોરંજન જગતમાં પ્રવેશ કરનારી હીરવા હવે બોલિવૂડમાં પગ જમાવવા તનતોડ મહેનત કરી રહી છે.હીરવાએ ‘ભોલા’ના ઓડિશન પહેલાં ‘દિલ જૈસે ધડકે ધડકને દો’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘કાશીબાઈ બાજીરાવ બલાલ’ અને ‘શુભ લાભ’ જેવી લોકપ્રિય ટીવી સિરિયલમાં અભિનય કર્યો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે, હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું અને સાથે સાથે શૂટિંગ માટે પણ સમય ફાળવું છું. ભોલા નામની ફિલ્મમાં મારો રોલ જ્યોતિ તરીકે છે. મારો ફેવરેટ હીરો અક્ષય કુમાર છે અને ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે. મેં અગાઉ દિલ જેસે ધડકે ધડકને દો, ગૂમ હે કિસી કે પ્યાર મેં સહિતની ચાર સિરિયલમાં કામ કરી ચૂકી છું.

મારો ફેવરીટ હિરો અક્ષય કુમાર છે.જેથી મારી ઈચ્છા છે કે મારે તેમની સાથે એક મુવી કરવી છે.આ સાથે જ મને કાર લેવાનો પણ શોખ છે. મારૂ ડ્રીમ આલિયા ભટ્ટને મળવાનું હતું. જે પુરૂ પણ થવાનુ હતું પણ કારણ કે મે જે પહેલી સિરિયલ કરી હતી દિલ ધડકેધડકને દો, તેના પ્રોડ્યુસર મહેશ ભટ્ટ જ હતા.તે મને મળાવવાના હતા.પણ એ પહેલા કોરોના આવી ગયો. હિરવાએ જણાવ્યું કે મારી હોબી ડાન્સિંગ કરવાની અને સિંગિગ કરવાની છે.મને રાઈટિંગ પણ ગમે છે.મને મારા માતા-પિતાનો પણ ખુબ જ સપોર્ટ મળ્યો છે.તેમને મને બધા શોખ પુરા કરવાની હા પાડી છે. હું અપકમિંગ મુવી ભોવામાં જ્યોતિનો રોલ નિભાવુ છું.પણ બાકીનું તમે મુવી જોઈ લેશો એટલે ખબર પડી જશે.