સુરતમાં બાલ્કનીમાં ટેબલ મૂકી સાફ-સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાતા નીપજ્યું કરુણ મોત

આજે વહેલી સવારે સુરતમાં ઘર સફાઈ કામ કરતી એક મહિલાનું નીચે પડી જવાથી ઘરના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. એક મહિલા ઘરની બાલ્કનીમાં ટેબલ પર ચઢી સફાઈ કરતી હતી ત્યારે અચાનક નીચે પટકાયાં હતાં. ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બાબતે પોલીસે આ ઘટનાને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા ઉમિયા ફ્લેટમાં કામ કરતાં આશરે 35થી 40 વર્ષના ભારતીબેન પટેલ બાલ્કનીમાંથી અચાનક નીચે પટકાતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે ડીંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ત્યારે પોલીસે તપાસમાં અંગે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે ભારતીબેન ફ્લેટમાં બાલકનીમાં સાફ-સફાઈ કરતા હતા. આ દરમિયાન બહારની તરફ સાફ-સફાઈ કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા. ભારતીબેન નીચે પટકાતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. જો કે ત્યાં ડોક્ટર હોય તેમને મૃત જાહેર કર્યા હતા. આકસ્મિક ઘટના બની ભારતીબેનનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે ઘટના અંગે પરિવારનો સંપર્ક કરી પૂછવામાં આવતા તેમણે આ અંગે કંઈ જ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે, અવારનવાર આવી અધણાર્યા મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.

થોડા સમય અગાઉ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું હતું. આ ઘટના સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની હતી. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકના અકાળે મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયાનગર ફ્લેટ નંબર M/2-304ની બાલ્કની સફાઈ કરતા અચાનક મહિલા નીચે પટકાઈ હતી. જે સમગ્ર ઘટના ફ્લેટમાં લગાડવામાં આવેલા સીસીટીમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં અચાનક એક મહિલા નીચે પટકાતી જોવા મળે છે. ફ્લેટના ત્રીજા માળેથી મહિલા આ રીતે નીચે પટકાતાં સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટના બાબતે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે આવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. અને મોતને ભેટેલા ભારતીબેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.