દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ છે. જેને જોઈને તમને લાગશે કે તેમનામાં આ બધી વિશિષ્ટતા આવી ક્યાંથી. ધરતી પર ઘણી એવી વસ્તુઓ છે જેને જોઈને તમને આશ્ચર્યચકિત થઈ જશો. બ્લડ વુડ નામનું આ ટ્રી વિચિત્ર વસ્તુઓમાંથી એક છે. દેખાવમાં તે આંબાના ઝાડ જેવું જ છે, પરંતુ જ્યારે તેને છે ત્યારે તેની અંદરથી લોહી જેવું લાલ પ્રવાહી નીકળે છે. વિશ્વના ઘણા બધા દેશોમાં આ વૃક્ષને ચમત્કારિક ગણવામાં આવે છે. ઘણા બધા લોકો તેને ખૂબ જ પવિત્ર પણ માને છે. આ ઝાડમાંથી નીકળતું પ્રવાહી પણ ઘણા રોગોને મટાડે છે. આજે અમે જણાવીશું કે આ વૃક્ષ ક્યાં જોવા મળે છે અને તેની અંદરથી લોહી જેવું પ્રવાહી કેમ નીકળે છે.
બ્લડવુડ ટ્રી નામનું આ વૃક્ષ આફ્રિકાના દેશોમાં જોવા મળે છે. આ વૃક્ષ મોઝામ્બિક, નામિબિયા, તાન્ઝાનિયા અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં સૌથી વધુ જોવા મળે છે. આ વૃક્ષને મુકવા અથવા મુનિંગા જેવા નામોથી પણ ઓળખવામાં છે. તેનું વૈજ્ઞાનિક નામ સેરોકાર્પસ એન્ગોલેન્સિસ છે. લોહી જેવો પદાર્થ તેની અંદરથી માત્ર કાપવાથી જ નીકળતો નથી, પરંતુ તેની ડાળી તૂટી જાય તો પણ તેમાંથી માનવ લોહી જેવો લાલ પદાર્થ બહાર આવવા લાગે છે.
બ્લડવુડ ટ્રી તરીકે પ્રખ્યાત આ વૃક્ષને આફ્રિકન દેશોના લોકો ચમત્કારિક માને છે, કારણ કે તેમાંથી અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. લોહીને લગતી ઘણી બીમારીઓ પણ આ ઝાડ દ્વારા મટે છે. સાથે જ ત્વચા, આંખો અને પેટને લગતા રોગોનો પણ ઈલાજ તેનાથી થાય છે. આ સાથે આ ઝાડમાંથી નીકળતું પ્રવાહી મેલેરિયા કે ગંભીર ઈજાને મટાડવામાં પણ મદદરૂપ થાય છે.