શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખ કરી જાહેર, 3 એપ્રિલ એ યોજાશે પરીક્ષા

ગુજકેટ માટેની પરીક્ષાનો લેખક 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી અલગ અલગ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે, ત્યારે વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે. જે અનુસાર આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય અપાશે

ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રીતે લેવામાં આવશે એટલે કે તેમાં 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નો માટે 120 મિનિટનો સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજકેટ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. ગુજકેટ માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.