સુરત(surat): આપણા દેશ માં દીકરીને બોજ માનવામાં આવે છે, પરંતુ આજ નાં જમાના માં દીકરીઓ ખુબ જ આગળ વધી રહી છે.આપણા દેશમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ છે અને દરેક ક્ષેત્રમાં પોતાના દેશનો અને પોતાના નામનો ડંકો વગાડી રહી છે ત્યારે હાલમાં જ સુરતની દીકરીએ દુબઈમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ સાથે સમગ્ર ગુજરાતવાસીઓને ગર્વ અપાવ્યું છે અને તેમનું નામ રોશન કર્યું છે. જો વાત કરીએ તો 30 એપ્રિલના રોજ દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ નું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતની 17 વર્ષીય સિહોરા જીસાને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ખોડીયાર કૃપા સોસાયટી પરિવાર સાથે 17 વર્ષીય શિહોરા જીસા રહે છે. જીસાને બાળપણથી જ કરાટે નું એક અલગ જ ઝુનુંન હતું. અને તે કરાટેમાં જ પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી હતી. અભ્યાસ સાથે સાથે તે કરાટે ની ટ્રેનિંગ પણ કરતી હતી.
અને તેને બારમાં નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો.દુબઈ ખાતે 30 એપ્રિલ થી યોજાયેલ દુબઈ ઇન્ટરનેશનલ કરાટેમાં ચેમ્પિયનશિપ બુડો કેન કપ દુબઈ 2023 કરતા સમગ્ર વિશ્વમાંથી 600 થી પણ વધારે વિરાંગનાઓ વચ્ચે યોજાઈ હતી અને તેમની વચ્ચે દિશા બેને ગુમેન્ટ એમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે કાતા ફાઈટમાં બ્રોન્સ મેડલ મેળવવામાં સફળ રહી હતી.
જ્યારે તે દુબઈથી મેડલ મેળવીને પોતાના શહેર સુરત ખાતે પાછી આવી ત્યારે પરિવારના સભ્યોની સાથે સાથે તેમના મિત્રોએ સોસાયટીના સભ્યોએ અને સ્કૂલના શિક્ષકોએ સ્વાગત કરીને તેમની સાથે ભાવવિભોર થઈ ગયા હતા અને આગળના ભવિષ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. સમગ્ર પરિવારના આંખમાં ખુશીના આંસુઓ સરી પડ્યા હતા.
દુબઈમાં તેમની સાથે સ્પર્ધામાં 600 થી પણ વધારે ઉમેદવારો હતા અને તેણે સ્પર્ધા પહેલા ખૂબ સંઘર્ષ અને કડી મહેનત કરી હતી અને સુરતથી બારડોલી ટ્રેનિંગ માટે પણ જોતી હતી ખરેખર આજે મારી મહેનત રંગ લાવી છે તેથી આપ સૌનું હું ખૂબ દિલ પૂર્વક આભાર માનું છું આપના કારણે જ મને આ સફળતા મળી છે માટે આ સફળતા હું આપ સૌને અર્પણ કરું છું.