સુરત(surat):બોર્ડ નું પરિણામ આવતા જ આપઘાતના બનાવ ખુબ જ સામે આવે છે,પરંતુ સુરતમાં એક દીકરીએ પરિણામ માં નાપાસ થવાના ભય થી પરિણામ પહેલાં જ આપઘાત કરીને જીવન ટુકાવ્યું હતું,બીજા જ દિવસે પરિણામ આવતા તે દીકરી પરિણામમાં પાસ થઇ હતી. તે સાંભળીને ત્યાં હાજર સૌ લોકો ચોધાર આસુએ રડી પડ્યા હતા.
શિવનગરમાં રહેતા જીગ્નેશ ગોપાલવંશ બેંકમાં રિકવરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જીગ્નેશભાઇની મોટી 16 વર્ષીય પુત્રી નુપુર જે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. તેણીએ બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ ઘરમાં પંખાના હુકની સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
પરિવારના સભ્યોને જાણ થતા તેઓને ખુબ જ આઘાત લાગ્યો હતો, નુપુરને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવાઇ હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ ધો.10નું પરિણામ જાહેર થયુ જેમાં નુપુર સારા માર્કસથી પાસ થઇ હોવાની જાણ થતા જ અંતિમસંસ્કારમાં હાજર લોકોમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો