સુરતના મોટા વરાછનાં ગોપીનગામ ફાર્મમાં બાબા બાગેશ્વરનું રોકાણ, ફાઈવ સ્ટાર હોટલ પણ ઝાંખી પડે એવો નજારો,જુઓ.

સુરત(surat):બાગેશ્વર ધામ નાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચા માં છે,આજે સુરત ખાતે તેનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.મોટો પ્રશ્ન એ ઊભો થયો હતો કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવાસ્થાન માટેની વ્યવસ્થા ક્યાં કરવી? અબ્રામા ખાતે ઉદ્યોગપતિ લવજી બાદશાહના ગોપીન ફાર્મ હાઉસમાં વ્યવસ્થા કરવાનો નિર્ણય કરાયો હતો. ગઈકાલે સુરત એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા ગોપી ફાર્મ ખાતે રાત્રિ રોકાણ માટે પહોંચી ગયા હતા.

સુરતના જે ઉદ્યોગપતિઓ છે એમના ફાર્મહાઉસમાં સૌથી લક્ઝુરીયસ ફાર્મહાઉસ પૈકીનો એક ગોપીન ફાર્મ હાઉસને માનવામાં આવે છે. તમામ પ્રકારની વ્યવસ્થા આ ફાર્મની અંદર કરવામાં આવી છે. એક હોટલને પણ ઝાંખી પાડે એ પ્રકારનું આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે.

ફાર્મહાઉસમાં બેઠક વ્યવસ્થાથી લઈને સ્વિમિંગ પૂલ સુધીની તમામ વ્યવસ્થાઓ ખૂબ જ આકર્ષક છે.સુરતના અબ્રામા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલું ગોપીન ફાર્મહાઉસના સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે. લવજી બાદશાહ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ અને બિલ્ડર છે.

પાટીદાર ઉદ્યોગપતિઓ મોટાભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતના જે પાટીદાર ઉદ્યોગપતિઓ હતા તે પૈકીના લવજી બાદશાહ તેમને ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા.