સુરત (Surat):સુરત શહેરમાં શારીરિક અડપલા કરવાના કિસ્સામાં દિવસે ને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે .સુરતમાં વધુ એકવાર નાના બાળકીને પીંખી નાંખવાનો પ્રસાય થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લિંબાયતના 69 વર્ષીય એક વૃદ્ધે પોતાના ઘરમાં ટીવી જોવા આવેલી પાડોશીની નાની 8 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં એક વૃદ્ધે નાની બાળકીને અડપલાં કર્યા બાદ લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો, આ ઘટના બાદ ડગાઇ ગયેલી બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી.મળતી માહિતી મુજબ, સુરતમાં લિંબાયત વિસ્તારમાં ગઇકાલે એક બળાત્કારના પ્રયાસની ઘટના ઘટી, આ ઘટનામાં લિંબાયતના 69 વર્ષીય એક વૃદ્ધે પોતાના ઘરમાં ટીવી જોવા આવેલી પાડોશીની નાની 8 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી, જ્યારે આ 8 વર્ષીય બાળકી ઘરે ટીવી જોવા આવી હતી તે સમયે તેને બાળકીને પલંગ પર સુવડાવી અને બાદમાં છેડતી કરી હતી.
ખાસ વાત છે કે, બાળકીના મોટાભાઈની સામે જ તેની આ છેડતી કરવામાં આવી હતી, બાળકી સાથે છેડતી થતાં બાળકી અને તેનો ભાઈ ગભરાઈ ગયા હતા, અને બાદમાં બન્ને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચીને બન્નેએ પડોશી દત્તુ નામદેવની કરતૂત વિશે જણાવ્યું હતું, પોલીસને આ ઘટના અંગે દત્તુ નામદેવ વિરૂદ્ધ ફરિયાદ મળતાં જ પોલીસે તેની કરી ધરપકડ કરી લીધી હતી.