રાજકોટ (Rajkot ): રાજકોટ શહેરમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે .એક તરફ યુવતીના માતા-પિતા પુત્રીની ચિંતામાં ખાધા-પીધા વગર હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ત્યારે રડી રડીને માતા પિતાના હાલ બેહાલ થઈ ગયા હતા.આક્ષેપ કરતા માતાએ જણાવ્યું હતું કે, ક્રિકેટ કોચિંગ શીખવતા વિધર્મીએ યુવકે તેમની પુત્રીને ફસાવી છે. મહેબૂબ બુખારી નામના શખસે કોલેજમાં ભણતી યુવતીને ચાર વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવતી છેલ્લા ઘણાં સમયથી લાપતા હતી.
મૂળ તળાજા પંથકના અને છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટમાં રહેતાં પતિ-પત્ની 26 જૂનથી દીકરી ગુમ થઈ ત્યારથી ન્યાય માટે દરદર ભટકી રહ્યાં હતાં. દીકરીની માતા આ સમયને યાદ કરતાં કહે છે, ‘હું અનેક જગ્યાએ પોલીસ પાસે ન્યાય માટે દોડી હતી, પરંતુ પોલીસ તરફથી એવો જવાબ મળતો હતો કે તમારી દીકરી પુખ્ત વયની છે, અમે શું કરી શકીએ? જો દીકરી તેના વિરુદ્ધમાં બોલશે તો અમે કાર્યવાહી કરીશું.’
તે જ માતા પિતાને પોતાના નિવેદનથી વધુ તડપાવ્યા હતા. આ યુવતીએ કહ્યું હતું કે, ‘મારા માતા-પિતા મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા માગે છે. મને ઘરમાં મારતા હતા માથામાં છરીઓ મારી છે. હું ઘરેથી 26 તારીખે નીકળી ગઈ છું.’
માતા વધુમાં જણાવે છે, આ વિધર્મી બે વર્ષમાં પાંચમી-છઠી વખત મારી દીકરીને ભગાડી ગયો છે અને તેના ઉપર દુષ્કર્મ આચરી તેના બધા જ વીડિયો પોતાની પાસે સાચવીને રાખ્યા છે. મારી પોલીસ પાસે એક જ માગ છે કે મારી દીકરી મને પરત મળી જાય અને આ મહેબૂબને કડક સજા મળે, જેથી આવું અન્ય કોઈ દીકરી સાથે ન બને. દીકરીએ ચોરી કરી મહેબૂબને આપેલા રૂપિયાથી પોતે અજમેર દુઆ પડવા ગયો હતો એવા મેસેજ પણ મારી દીકરીને કરેલા હતા.કરતો
આ સમગ્ર મામલે આજે આહીર સમાજના રાજકોટના અગ્રણીઓએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી અને યુવતી તાત્કાલિક રજૂ થાય તેવી માંગ પણ આહીર સમાજના અગ્રણી સહિતના લોકોએ પોલીસ કમિશનર સમક્ષ કરી હતી. આ સાથે જ આહીર સમાજના આગેવાનોએ આ મામલે ચીમકી પણ ઉચ્ચારી હતી.
દીકરીની માતાએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મહેબૂબ સાથે મેં ફોનમાં વાત કરી અને તેને સમજાવવા માટે પ્રયાસ પણ કર્યો તો મને કહ્યું, ‘તારાથી જે થાય એ કરી લે, મારી બધે જ ઓળખાણ છે. 17 વર્ષની હતી ત્યારથી તારી દીકરી મારા સંપર્કમાં છે અને ત્યારથી હું તેની સાથે બળાત્કાર પણ કરું છું. હું તેને મારા ઘરે પણ લઇ જાઉં છું. મારું કંઈ નહિ થાય, તારાથી થાય એ કરી લેજે.’