ધોરણ 10માં અભ્યાસ કરતો 15 વર્ષના વિદ્યાર્થીએ ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભગાડી, રાત્રે સ્લીપર કોચની બસમાં પ્રેમિકા સાથે 5 વખત શરીર સંબંધ બાંધ્યો

રાજકોટ (Rajkot ): રાજકોટમાંથી વાલીઓને  ટેન્સન આપાવે એવો કિસ્સો બહાર  આવ્યો છે .  રાજકોટના ગોંડલ રોડ પર રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને તેના ઘર નજીક રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા 15 વર્ષીય સગીર સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

બાદમાં બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું .પછી બંનેએ  અગાઉ નક્કી કર્યા મુજબ 5 જુલાઈના રોજ સ્કૂલે પહોંચી ત્યાંથી આ સગીર તેની પ્રેમિકાને ભગાડી ગયો હતો. બાદમાં બંને જુદા જુદા શહેરોમાં ફરતા રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર સ્લીપર કોચ બસમાં પાંચેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

મોડે સુધી દીકરી ઘરે ન આવતા તેના માતા-પિતા ચિંતામાં મૂકાયા હતા. પ્રથમ પોતાની રીતે તપાસ કર્યા બાદ ત્રણેક માસ પૂર્વે આ દીકરી પોતાના પ્રેમી સાથે મોબાઈલમાં વાત કરતા પકડાઈ ગઈ હતી. જેથી સગીરાના પરિવારને પ્રેમી જ ભગાડી ગયાની શંકા જતા ભક્તિનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે બન્નેને પોરબંદરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થિની પાસે આઈડી પ્રૂફ ન હોવાથી હોટલમાં એન્ટ્રી ન મળતા બન્ને એક શહેરથી બીજા શહેર સ્લીપર કોચ બસમાં જ ફરતા રહ્યા હતા. આ સગીરની પોલીસે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તે પ્રેમિકાને ભગાડીને ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો. ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ બંને ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્વારકા અને પોરબંદર પહોંચ્યા હતા.

સગીરે વધુમાં જણાવ્યું હતું કે,રાત્રે સ્લીપર કોચની બસમાં બેસી બીજા શહેરમાં જતા રહેતા હતા આ દરમિયાન તેણે બસમાં જ પ્રેમિકા સાથે 5 વખત શરીર સંબંધ બાંધ્યો હતો.