રાજકોટ(Rajkot):અવાર નવાર હત્યના બનાવ બનતા હોય છે,રાજકોટમાં ચકચાર મચાવી દેતો હત્યા નો બનાવ સામે આવ્યો છે.રાજકોટનાં ઉપલેટામાં છરીનાં 19 ઘા ઝીંકીને યુવકની હત્યા કરવામાં આવતા ઘટનાના આસપાસના વિસ્તારમાં તેમજ પરિવારમાં એક ના એક લાડકા દીકરાના મોતના સમાચાર સાંભળીને શોકનું મોજું ફરી વળ્યું હતું.
પિતા નાથાભાઇ ગોવિંદભાઇ ભાદરકાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો બે વર્ષથી નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે,. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાના અરસામા તે ઘરેથી નીકળ્યો હતો.
થોડા જ સમય પછી અમારા જ્ઞાતિના ભાવેશભાઇ ડેરનો ફોન આવ્યો હતો, જેમાં આશિષને ઉપલેટા સરકારી દવાખાને લાવ્યા હોવાનું જણાવ્યુ,તેથી હું તરત જ ત્યાં પહોચી ગયો હતો,ત્યાં પહોચતા જ સાંજના આઠ વાગ્યાના અરસામા આશિષ જીમમાંથી કસરત કરીને બહાર જવા માટે નીકળ્યો ત્યારે જીમના દાદર ફર્સ્ટ ફ્લોરની ચોકડી પર જીમમાં આવતા વિનય ઉર્ફે સુજુ હિતેષભાઇ ધામેચાએ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કર્યો હતો.
સુજુએ છરીથી આશિષને છાતીના ભાગે 3 ઘા તથા પેટના ભાગે 16 જેટલા ઘા મારતા આશિષ લોહીલુહાણ હાલતમા ત્યાં પડી ગયો હતો.એમ્બ્યુલન્સમાં લઈ આશિષને ડો. કણસાગરા સાહેબના દવાખાને લઈ ગયા હતાં. ત્યાં ડોકટરે આશિષને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
એકનો એક પુત્ર ગુમાવનાર માતા-પિતા તેમજ રાખડી બાંધનાર ભાઈ ગુમાવનાર બહેને તેમજ સમગ્ર આહીર સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી. આરોપીને ઝડપી લઇને કડકમાં કડક સજા કરવાની માગ ઉઠી છે.