અમદાવાદમાં રુવાડા ઉભી કરી દે તેવી ઘટના,ચાર મહિનાની બાળકી માતાના ધાવણ માટે તડપીને રડતી રહી, રૂમમાં માતા દેહવ્યાપાર કરવા મજબૂર.

અમદાવાદ(Amedavad):અવાર નવાર રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવતી હોય છે,હાલ અમદાવાદમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.નારોલ વિસ્તારની એક મહિલાની રુવાંટાં ઉભા કરી  દેતી કહાની સામે આવી છે. આ મહિલા પોતાના શોખ ની લાલચમાં નહીં પણ પોતાનાં બાળકોના પેટ ભરવા માટે રોજ અલગ અલગ લોકો પાસે વેચાઈ રહી છે.

એક સમયે  નિશા  તેના પતિ સાથે વતનથી અમદાવાદ આવી હતી. થોડા સમય બાદ તેનો પતિ રોજ દારૂના નશામાં આવવા લાગ્યો અને રોજ ઝઘડો કરતો.આ સમયે જ્યારે નિશા કોઈ નાનાં-મોટાં કામે આસપાસના વિસ્તારમાં જતી, ત્યારે એક વ્યક્તિ નિશાની નજીક ફરતો હતો. નિશાને નાની મોટી વસ્તુની મદદ કરીને તે નિશાની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો હતો.બાળકો ભૂખ્યાં હોવાથી નિશા પણ મજબૂર હતી. આ મજબૂરીનો ફાયદો આ વ્યક્તિ ઉપાડવા માંગતો હતો.

આ વચ્ચે એક યુવક રોજ મહિલાની મદદ કરતો, જેથી મહિલા તેના પ્રેમમાં ફસાતી ગઈ.  બાદમાં  પ્રેમીએ તેના બાળકને અને તેને ખૂબ જ સારી રીતે રાખશે તેવું કહેતા મહિલા પતિને છોડીને તે પ્રેમી સાથે રહેવા લાગી હતી. પણ મહિલાને ક્યાં ખબર હતી કે, આ પ્રેમીના નામે એક શેતાન છે.

પોતાના બાળક માટે અને મજબૂરીથી દૂર થવા તેણે તેના પતિને છોડવાનું નક્કી કર્યું હતું. જેમાં તેનો પતિ નિશાને છોડીને પરત વતન જતો રહ્યો હતો.રાજેશના પ્રેમમાં  તેની સાથે રહેવા જતી રહી હતી. પ્રેમી રાજેશે નિશાને એક ઘર ભાડે રાખી આપ્યું હતું અને નિશા બાળક સાથે તેમાં રહેતી હતી.રાજેશે નિશાને કહ્યું કે તું તારા બાળકને વતનમાં મોકલી દે,અપડે તેને અહિયાથી ખુબ જ વસ્તું મોકલીશું,નિશાને રાજેશ પર ખુબ જ વિશ્વાસ હતો,તેના કહેવાથી નિશાએ બાળકને વતનમાં તેના માતા પિતા પાસે મોકલી દીધું.

રાજેશ રોજ નિશા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને ધીમે ધીમે તેણે નિશાને પોતાની વાતમાં ફસાવી લીધી.રાજેશે નિશાને એવું કહ્યું  કે, થોડા સમય તું અનૈતિક કામ કરીશ તો તારું, મારું અને આપણા બાળકનું જીવન સુધરી જશે, આ વાત સાંભણીને નિશાએ તેવું કરવા માટે ના પાડી દીધી હતી,જે બાદ એક દિવસ રાજેશે  નિશાને એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં એક અજાણ્યા વ્યક્તિએ નિશાના રૂમમાં પ્રવેશ કર્યો અને નિશા પણ મજબૂરીમાં કશું ના કરી શકી અને તે વ્યક્તિએ નિશા સાથે શરીર સંબંધ બાંધ્યો.

નિશાને દિવસમાં 10થી 15 લોકો પાસે જવા મજબૂર કરતો હતો. આ કામથી જે પણ રકમ આવતી તે રાજેશ લઈ લેતો હતો અને તેના બદલામાં તેને બે ટાઈમ જમવાનું આપતો હતો. તો ક્યારેક 200-500 રૂપિયા આપતો હતો. નિશા પણ રાજેશથી છુપાઈને આ રકમ તેના બાળક માટે વતન મોકલી આપતી હતી.

ઘરમાં બંને પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. આ દરમિયાન નિશા ગર્ભવતી થઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. જેમાં રાજેશે આ બાળકી તેની ન હોવાનું કહ્યું હતું. બાળકી ચાર મહિનાની થઈ એટલે તેને ઉછેરવાનો પ્રશ્ન પણ ઊભો થયો હતો,રાજેશ પાસે નિશાની કોઈપણ આવક રહી નહીં એટલે તે નિશાની છોડીને જતો રહ્યો હતો. હવે બાળકી અને નિશાને એક ટંક રોટલા માટે ટળવળવાનો વારો આવ્યો હતો.

નિશા ચાર મહિનાની બાળકીને સાથે લઈને એક માણસ પાસે પહોંચી ગઈ હતી. આ જગ્યાએ બાળકી બહાર રોતી હતી અને માતા મજબૂરીમાં પોતાનો દેહ વેચી રહી હતી.થોડા રૂપિયા જમા થતા નિશાએ તેની બાળકીને પણ તેની માતા પાસે મોકલી આપી હતી.

નિશાએ પોલીસને  જણાવ્યું હતું કે, રાજેશ મારી પાસે દિવસમાં 10થી 15 લોકો પાસે જવા મજબૂર કરતો હતો. હું શું કરી રહી છું તે મને ખબર નથી, જો હું આ નહીં કરું તો મારાં બાળકો ભૂખ્યાં મરશે. પણ રાજેશ જેવા લોકોને સબક શિખવાડવા માટે પોલીસ મદદ કરે તે જરૂરી છે.