વડોદરા(vadodara):હજુ 10 દિવસ નથી થયા ભાવનગર ની સિદસરની મહિલાનું અમરનાથની યાત્રા કરતી વખતે હાર્ટએટેક આવી જતા મૃત્યુ થયું ,ત્યાં જ અમરનાથથી વડોદરાના યુવાન નું પણ હાર્ટ એટેક થી મૃત્યુ થવા હોવાના સમાચાર સામે આવ્યા છે.
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથની યાત્રાએ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે તે પહેલાં જ તેનું પહેલગામ હોસ્પિટલમાં 3 હાર્ટએટેક આવતાં મૃત્યુ થયું છે.વડોદરામાં ગૌરક્ષા સમિતિના કાર્યકર છે ગણેશ કદમ.
તેમને પહેલગામમાં અચાનક ખુબ જ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું.
સવારે 10 વાગ્યે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે.ગણેશને એક પુત્ર અને પુત્રી પણ છે,બંનેએ પિતાની છત્રછાયા ગુમાવતા ભારે આક્રંદ મચાવ્યો હતો,પરિવારને આ સમાચાર પહોચતા શોકનું મોજું ફરી વળ્યું હતું.