સુરતમાં સાયણ 108 ની ટીમની બેસ્ટ કામગીરી, 1 કિલોમીટર કાદવ-કીચડમાં ચાલીને મહિલાની કરાવી સુરક્ષિત પ્રસુતિ.

સુરત(surat):સુરતમાં 108 ટીમ ની ખુબ સારી સેવા તેમજ કામગીરી સામે આવી હતી,પીપોદરા ખાતે રહેતા કાજલબેન પસમાંને પ્રસવની પીડા ઉપડતા 108 ફોન કરીને  જાણ કરાઈ હતી, 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હતી તેથી  1 કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પોહચી જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી.

EMT ભદ્રેશભાઈ અને PILOT અજયભાઈ નામના કર્મચારીએ ખુબ જ સમજણથી કામ લીધું હતું. અંતે 1 કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પોહચી જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી.

મહિલા અને બાળકીનો જીવ બચી જતા સ્થાનિકોએ 108ની ટીમની પ્રશંસા કરી છે.