અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે બધા લોકોને ધ્રુજાવી દીધા છે,9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્યને 9 પરિવારના લોકોની માંગ એવી જ છે કે તથ્યને ફાસીની સજા આપી દેવામાં આવે. 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પોલીસે 1684 પાનાની ચાર્જશીટ ગુરુવારે ફાઈલ કરી હતી.
તથ્ય પટેલ ગુનાની આદતવાળો છે એવું પુરવાર થશે તો ફોજદારી દંડની કલમ 304 હેઠળ 10 વર્ષથી માંડી આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે,તથ્ય સામે 10 કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેની સામે અપરાધ મનુષ્ય વધની કલમ 308 છે જેમાં 7 વર્ષની જેલ, કલમ 504માં 1 વર્ષ, બીજાની જિંદગી જોખમમાં મુકવાનું કૃત્ય કરવાની કલમ 337માં 6 માસ, કલમ 338માં 2 વર્ષ જોખમી રીતે વાહન ચલાવવાની કલમ 279માં 6 માસ, મોટર વ્હિકલ એક્ટની કલમ 184માં 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
આરોપી પ્રજ્ઞેશ પટેલે ગ્રામ્ય કોર્ટમાં કરેલી જામીન અરજીમાં રજૂઆત કરી છે કે, તે પુત્ર તથ્ય સાથે કારમાં ન હતો. કોઇ ગુનો કર્યો નથી, ઘટના બન્યા બાદ તે સ્થળ પર ગયો હતો. તથ્યને ટોળાએ માર્યો હોવાથી તેની સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયો હતો તેથી જામીન પર મુકત કરવો જોઇએ.