9 લોકોને ગેરકાયદે USA મોકલનારો મહેન્દ્ર પટેલ કોણ છે?અમેરિકામાં ઘૂસવા જતાં ભાઈના પરિવારે જીવ ગુમાવ્યો હોવા છતાં રૂપિયાની લાલચમાં ધંધો ના છોડ્યો.

અમદાવાદ(Amadavad):આજ કાલ વિદેશ જવાનો મોહ ખુબ જ વધી રહ્યો છે,વિદેશ જવા માટે અમુક લોકો જલ્દી વિઝા થાય એ માટે અમુક એજન્ટ પાસે છેતરાઈ  જવાના બનાવ ખુબ જ સામે  આવી રહ્યા છે,તાજેતરમાં અમેરિકા જવા માટે નીકળ્યા બાદ 9 વ્યક્તિ ગુમ થવા મામલે મહેન્દ્ર પટેલનું નામ સામે આવી રહ્યું છે.

2022માં ગાંધીનગર જિલ્લાના ડિંગુચા ગામના જગદીશ બળદેવ પટેલ, તેમનાં પત્ની વૈશાલી પટેલ, દીકરી વિહાંગી અને દીકરા ધાર્મિક પટેલ કેનેડા-અમેરિકન બોર્ડર પાસે મેનિટોબામાં ઠંડીમાં થીજી જવાથી મોતને ભેટ્યાં હતાં,ત્યાર બાદ તેમની અંતિમવિધિ કરવા માટે જગદીશ પટેલના મોટા ભાઈ મહેન્દ્ર પટેલ તથા તેની પત્નીને ઇમર્જન્સી વિઝા આપવામાં આવ્યા હતા, જેથી મહેન્દ્ર પટેલ પત્ની સાથે કેનેડા પહોંચ્યો હતો.

એરપોર્ટ પર જ કેનેડા પોલીસે તેની અટકાયત કરી લીધી. કેનેડા પોલીસને શંકા હતી કે જો મહેન્દ્ર પટેલને એરપોર્ટ બહાર નીકળવાની મંજૂરી અપાઈ તો તેઓ બોર્ડર ક્રોસ કરી અમેરિકા ભાગી જશે, જેથી જગદીશ પટેલના પરિવારના અંતિમ સંસ્કારમાં માત્ર મહેન્દ્ર પટેલનાં પત્નીને જ હાજર રહેવા સહમતી આપી.

આ દરમિયાન મહેન્દ્ર પટેલને હાથકડી પહેરાવી એરપોર્ટ પર રાખવામાં આવ્યો, જ્યારે તેની પત્ની 8 દિવસ બાદ અસ્થિ લઈને ભારત પરત ફરી હતી.

વાઘપુર ગામનાં ચેતનાબેન રબારીએ પોતાના પતિની છ મહિનાથી કોઈ ભાળ નથી,ફરિયાદમાં કહ્યું હતું કે પોતાના પતિ વર્ક વિઝા પર અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ છ મહિનાથી તેમનો કોઈ પત્તો નથી,તેની સાથે ગયેલા બીજા 8 લોકોની પણ એજ હાલત છે.

પોલીસે અત્યાર સુધીમાં દિવ્યેશકુમાર ઉર્ફે જોની મનોજકુમાર પટેલ, ચતુર જયરામભાઈ પટેલ, શૈલેશ જયંતીભાઇ પટેલને ઝડપી લીધા છે. પોલીસ અમુક એજન્ટો સુધી પહોંચી છે, તેમ છતાં મુખ્ય એજન્ટ મહેન્દ્ર બળદેવ પટેલ ઉર્ફે MD હજુ હાથ લાગ્યો નથી.

પોલીસને હજુ મહેન્દ્ર પટેલ પર શંકા છે,કે તેના ભાઈને મોકલવામાં મદદ મહેન્દ્ર પટેલે કરી હતી તેથી એને ત્યાં મોકલવા પાછળ અને મરી જવા પાછળ મહેન્દ્ર પટેલનો કાઈક હાથ હોઈ શકે.,પરંતુ  તેના ભાઈ માટે ફક્ત્ ટિકિટ કરાવી હતી. એજન્ટ તેને કહેવાય જે ફી લેતો હોય કે કમાતો હોય.

જ્યારે મહેન્દ્ર પટેલના પિતા બળદેવભાઈએ કહ્યું હતું કે,લોકોને અમેરિકા મોકલવા અંગે તેમણે કહ્યું હતું કે એ આવું કંઈ કામ કરતા જ નથી, તેને તો જીન્સના પેન્ટ બનાવવાની ફેક્ટરી છે,એમાંથી જ નવરો નથી પડતો. અમારા કુટુંબમાં એ ઘટના  (જગદીશ પટેલ અને તેમના પરિવારનું કેનેડા-અમેરિકન બોર્ડર ક્રોસ કરતી વખતે મૃત્યુ થયું એ) બની એટલે લોકો બધું ભેગું કરે છે.