દ્વારકા (Dvarka ): દ્વારકાધીશ મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ કહેવાય છે. અહી દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગતના તાતના દર્શને આવે છે.યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે ભગવાન દ્વારાધીશના સાક્ષાત્ દર્શન થતાં હોવાનો ભક્તોને ભરોસો જાગ્યો છે.દ્વારકાધીશની આરતીની જ્યોતમાં ભગવાન સાક્ષાત્ હાજરાહજૂર હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયો છે.
દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ હતો અને 12 જ્યોતિર્લિંગો માંના એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે. આ કારણોસર, તે એક નોંધપાત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે અને આખું વર્ષ હજારો યાત્રાળુઓને આકર્ષે છે. બીચ સાઇડ અને દરિયા કિનારો એ પણ પર્યટનનું એક વધારાનું આકર્ષણ છે.દ્વારકા શહેરની આસપાસ ઘણી પૌરાણિક કથાઓ વણાયેલી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ અહીં પોતાનું રાજ્ય રાખ્યું હતું.
દ્વારકાધીશનો સેવાક્રમ અને દિનચર્યા રાજભાવથી કરવામાં આવે છે. સૌપ્રથમ ભગવાનને દાતણ કરાવવામાં આવે છે. પછી ભગવાનના મુખારવિંદને ખાસું કરવામાં આવે છે અને અત્તર તેમજ ચંદન વડે મુખનો શૃંગાર કરવામાં આવે છે. ચંદનનો પણ શૃંગાર થાય છે. એવામાં દ્વારકાધીશની આરતીની જ્યોતમાં ભગવાન સાક્ષાત્ હાજરાહજૂર હોય તેવી રીતે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયો છે.