અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ લોકોને ધ્રુજાવી દીધા હતા,નિર્દોષ 9 લોકોને ફૂટબોલ ની માફક ઉડાવનાર તથ્ય પટેલ હાલ જેલ ની હવા ખાઈ રહ્યો છે,જયારે અકસ્માત થયો ત્યારે બધા જ લોકો તથ્યને ખુબ જ માર મારી રહ્યા હતા,માર તો મારે જ કેમ કે બિચારા 9 નિર્દોષ લોકો તરફડતા હતા,પરંતુ એ દિવસે શું બન્યું એ જાણીને ભલભલાનાં રૂવાંડાં ઊભાં થઈ જાય એવી વિગતો હવે સામે આવી છે.
વીડિયો બનાવનાર સાક્ષીના નિવેદને તથ્ય પટેલની સાથે સાથે તેના પિતાની હલકટ માનસિકતા છતી કરી દીધી છે. સાક્ષીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જ્યારે, તથ્ય પટેલે અકસ્માત કર્યો અને એની જાણકારી થતા જ તેનાં માતા-પિતા લક્ઝરી કારમાં ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યાં હતાં.
એક બાજુ ટોળાની વચ્ચે તથ્ય પટેલ હતો તો બીજી તરફ મૃતદેહોના ઢગલા હતા. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેની પત્ની કારમાંથી ઊતર્યાં. માતા-પિતાને જોતાં તથ્ય તેમના નામની બૂમો પાડવા લાગ્યો. તો આ તરફ પિતા લાજવાની જગ્યાએ ગાજ્યા, પ્રજ્ઞેશ પટેલે તેની પત્નીને કહ્યું- લાવ, ગાડીમાંથી રિવોલ્વર કાઢ.
આ પરથી એવું લાગી રહ્યું છે કે 9 લોકોનાં મોત બાદ પણ પોતાના પુત્રને કોઈપણ ભોગે તે બચાવવાના પ્રયાસમાં હતો.ત્યાં એમજી ગ્લોસ્ટર ગાડી લઈને આવ્યાં હતાં. આ ગાડીમાંથી ઊતરેલો તથ્યના પિતા લોકોનાં ટોળાં તરફ બૂમો પાડીને તેની પત્નીને ગાડીમાંથી રિવોલ્વર લાવ એવી બૂમો પાડતો હતો. લોકોને ગાળો બોલી ધમકીઓ આપી તથ્યને ત્યાંથી લઈ ગયો હતો.