ઉર્ફી જાવેદ કઈ મજબૂરીને કારણે પહેરે છે અતરંગી કપડા ? કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

ઉર્ફી જાવેદે તેનો સંઘર્ષનો સમય શેર કર્યો અને તેણે સમજાવ્યું કે, તે  આવા વિચિત્ર કપડા કેમ પહેરે છે. તેણે કહ્યું કે, જ્યારે તેને એક અઠવાડિયાની અંદર બિગ બોસમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેને લાગ્યું કે તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે. ઉર્ફીને લાગ્યું કે તેણે તેના જીવનમાં આજ સુધી કંઈ કર્યું નથી. ઉર્ફીએ કહ્યું- ‘7 લોકોમાં હું એકમાત્ર કમાનાર હતી, હું મારું ઘર કેવી રીતે સંભાળીશ, હવે મને કોઈ કામ પણ નહીં આપે.

ઉર્ફી જાવેદ ઘણી વખત તેના સંઘર્ષના તબક્કા વિશે વાત કરી ચૂકી છે. હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં ઉર્ફીએ કહ્યું હતું કે ઈન્ટરનેટ સેન્સેશન હોવા છતાં પણ તેને પોતાના માટે એવું ઘર શોધવાનું મુશ્કેલ છે કે જ્યાં તે રહી શકે. તેણે  એ પણ ખુલાસો કર્યો કે તે હજુ પણ 1 BHK ફ્લેટમાં રહે છે.

તેને ધીમે ધીમે સમજાયું કે તેના કપડાંને કારણે લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, તેણે આ ધ્યાનનો લાભ લેવાનું નક્કી કર્યું. ઉર્ફીએ કહ્યું, ‘મારા ઘરને ચલાવવા માટે જે કંઈ મદદ કરી રહ્યું છે, મારા ટેબલ પર ભોજન આવી રહ્યું છે, મારા પરિવારના સભ્યો ખુશ છે, હું ખુશ છું, ખરું છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે આ વખતે તે દર વખતની જેમ ટ્રોલ નથી થઈ, પરંતુ એક્ટ્રેસની ઈમાનદારી જોઈને ફેન્સે તેના વખાણ કર્યા છે.

ટેલિફોન, વાયરથી માંડીને ઉર્ફીએ પિઝાના ટુકડા અને ચ્યુઇંગ ગમમાંથી ડ્રેસ બનાવ્યા અને પહેર્યા છે. આવી સ્થિતિમાં તેને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.