રાજકોટ(Rajkot):રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે ,જેની અંદર સાસુ સસરા એ પોતાની પુત્ર અને પુત્રવધુ ની અંગત ફળોનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકીને લાખો રૂપિયા કમાવતા હતા તે પ્રકારના આક્ષેપો પુત્ર વધુ એ સાસુ સસરા ઉપર લગાવ્યા છે.
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં જે ઘટના બની છે તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો.,રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખુબ જ ખળભળાટ મચી ગયો છે.
પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.
ધનાઢ્ય પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે.,સસરાએ અનેક વખત દોરા-ધાગા પહેરાવી તેની વિધિ કરાવી હતી. તો સાસુ-સસરા દ્વારા વહેલી ડિલિવરી કરવા માટે પુત્રવધૂ પર દબાણ કરવામાં આવતું હતું. તેમજ વહેલી ડિલિવરી નહીં કરે તો પતિનું મૃત્યુ થશે તેવું કહીને તેને ડરાવતા હતા.