પહેલા જયારે ગદર ફિલ્મ આવી ત્યારે હિટ સાબિત થઈ હતી. પરંતુ ‘ગદર 2’ આવો ધમાકો કરી શકે છે, ભાગ્યે જ કોઈએ તેની રિલીઝ પહેલા વિચાર્યું હશે. શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘ગદર 2’ એ ઓપનિંગ કલેક્શનથી જ ફિલ્મનો બિઝનેસ ચોંકાવી દીધો હતો. પરંતુ ‘ગદર 2’ એ ત્રીજા દિવસે એટલે કે રવિવારે બોક્સ ઓફિસ પર જે કમાણી કરી છે, તે 2023ની બધી હિટ ફિલ્મ કરતા વધારે છે.
શુક્રવારે 40 કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ બાદ શનિવારે ‘ગદર 2’ની કમાણીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બીજા દિવસે 43 કરોડ રૂપિયાના કલેક્શન સાથે બે દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 83 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રવિવારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ પહેલા બે દિવસની સરખામણીએ સારું હતું અને તેની કમાણીમાં ફરી એકવાર સારો ઉછાળો આવવાનો છે તે નિશ્ચિત હતું.
રવિવારે સિનેમાઘરોમાં એટલી ધૂમ મચાવી હતી કે ઘણા થિયેટરોમાં ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ ગયા હતા. બે દિવસમાં જોરદાર કમાણી કરનાર આ ફિલ્મ રવિવારે ખુબ જ હાઉસ ફૂલ મોડમાં આવી ગઈ હતી. ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે ‘ગદર 2’ એ ત્રીજા દિવસે 51.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
અત્યાર સુધી માત્ર 4 હિન્દી ફિલ્મો હતી જેણે બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં રૂ. 50 કરોડ કે તેથી વધુ કમાણી કરી હતી – પઠાણ, KGF 2, વોર અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન., હવે આ યાદીમાં ‘ગદર 2’ પણ જોડાઈ ગઈ છે,માત્ર બે જ ફિલ્મો એવી હતી જેણે પહેલા રવિવારે રૂ. 50 કરોડથી વધુ કમાણી કરી હતી – પઠાણ અને KGF 2,જ્યાં શાહરૂખ ખાનની ‘પઠાણ’એ પહેલા રવિવારે 60.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે યશની બોક્સ ઓફિસ ‘મોન્સ્ટર’ KGF 2 એ રવિવારે 50.35 કરોડનું કલેક્શન કર્યું હતું. બાહુબલી 2 રવિવારે સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી હિન્દી ફિલ્મ છે. તેનો પ્રથમ રવિવાર રૂ. 46.50 કરોડ લાવ્યો હતો.
કલેક્શન સાથે ફિલ્મે ત્રણ દિવસમાં 134 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. સની દેઓલનો તારા સિંહ અવતાર આજે પણ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ‘ગદર 2’ની કમાણી તેનો પુરાવો છે. મંગળવારે સ્વતંત્રતા દિવસની રજા ફરી એકવાર ‘ગદર 2’ને સારી કમાણી થવાની સંભાવના છે.