ભાવનગર(Bhavanagar):અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે,ત્યારે શિવજીને લઈને તેના આશીર્વાદ લેવા તેમજ ભોળાનાથને મનાવવા માટે અલગ અલગ પ્રયાસ કરી રહ્યા છે,ત્યારે ભાવનગરમાં શિવજીને ખુબજ આબેહુબ રીતે શણગાર કરવામાં આવ્યો હતો,ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં શહેરના વડવા ચોરા ખાતે આવેલ કામનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાનને ભારતીય ચલણી નોટના હિંડોળા બનાવવા આવ્યા હતા.
કામનાથ મહાદેવ મંદિર 800થી 900 વર્ષો જૂનું પૌરાણીક મંદિર છે,જ્યાં શ્રાવણ માસ નિમિત્તે દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભગવાનને ભારતીય ચલણી નોટો ના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેમાં 1 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તથા 500 રૂપિયાની ચલણી નોટોના દિવ્ય હિંડોળા બનાવવામાં આવ્યો હતો.
જેમાં તમામ નોટો મળી કુલ 1,51,000 રૂપિયાની ચલણી નોટોના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. જેનો ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શન લાભ લીધો હતો.
ભાવનગરના અનેક મંદિરોનું નિર્માણ ભાવેણાના પહેલાના મોટા મોટા રાજા- મહારાજાઓએ કર્યુ છે. પરંતુ કામનાથ મહાદેવનું મંદિર ભાવનગરની સ્થાપના પહેલાનું છે, વડવા ગામના ચોરે આવેલા મંદિરે ગ્રામજનો રોજ પૂજન-અર્ચન કરવા આવતા નાનકડી દેરીમાંથી ધીરે-ધીરે મોટા મંદિરનું નિર્માણ થયુ.