લ્યો બોલો ,,,અમરેલી જીલ્લાના નેસડી ગામના ખેડૂત પાસે છે અઢી લાખની ભેંસ, જે ખેડૂતને મહીને કરાવે છે હજારોની કમાણી તમે પણ જાણીને ચોકી જશો ..

અમરેલી (Amreli ): ખેડૂતો હવે ખેતી ની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે . ખેતી  હોવાનાં કારણે પશુપાલનમાં સરળતા રહે છે. સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસીયા પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. તેમની પાસે 2.25 લાખની ભેંસ છે.

મળતી જાણકારી મુજબ ,અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસીયાએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઇ બસિયા ખેતી સાથે જોડાયેલા છે. તેમજ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. પ્રતાપભાઇ બસીયાએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઇ બસિયા ખેતી સાથે જોડાયેલા છે. તેમજ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

પ્રતાપભાઇ બસીયાએ  જણાવ્યું હતું કે, હું પશુપાલનનો વ્યવસયા કરું છે. ભેંસનો તબેલો છે. તબેલામાં સારી ઓલાદની ભેસ છે. ઉપલેટા પંથકમાંથી રૂપિયા 2.25 લાખની એક ભેંસની ખરીદી કરી છે. ભેંસ રોજનું 26 લિટર દૂધ આપે છે. એક લિટર દૂધનાં 70 રૂપિયા ભાવ મળે છે. મહિને 64,480 રૂપિયાની કમાણી થઇ રહી છે. ભેંસને રોજ 10 કિલો પાપડી ખોળ, દાણ આપવામાં આવે છે. તેમજ રોજ બે કિલો બે કિલો ટોપરાનો ખોળ આપવામાં આવે છે. તેમજ ત્રણ થી ચાર મણ ઘાસચારો આપવામાં આવે છે.