અમરેલી (Amreli ): ખેડૂતો હવે ખેતી ની સાથે સાથે પશુપાલન પણ કરી રહ્યા છે . ખેતી હોવાનાં કારણે પશુપાલનમાં સરળતા રહે છે. સાવરકુંડલા તાલુકાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસીયા પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે. તેમની પાસે 2.25 લાખની ભેંસ છે.
મળતી જાણકારી મુજબ ,અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાનાં નેસડી ગામનાં પ્રતાપભાઇ બસીયાએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઇ બસિયા ખેતી સાથે જોડાયેલા છે. તેમજ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. પ્રતાપભાઇ બસીયાએ આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઇ બસિયા ખેતી સાથે જોડાયેલા છે. તેમજ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યાં છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
અમરેલી જિલ્લાનાં મોટાભાગનાં ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે. પરંતુ ખેતીમાં નુકસાનની પણ થઇ રહી છે. ઘણી વખત યોગ્યા ભાવ મળતા નથીતેમજ પાક નિષ્ફળ જતા નુકસાની વેઠવી પડે છે. જેના કારણે અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં અનેક ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરે છે ..