વડોદરામાં તરસાલી ITIમાં એડમિશન લેવા આવેલા 300થી વધુ વિદ્યાર્થી રાત્રિના 11.30 સુધી અટવાયા,,વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો.

વડોદરા (Vadodra ):વડોદરાની તરસાલી આઇટીઆઇ ખાતે હાલ એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ ગઈકાલે સવારથી એડમિશન માટે પહોંચી ગયા હતા. તેમની સાથે તેમના વાલીઓ પણ ગયા હતા. સાંજે 6 મેરિટ લિસ્ટ બહાર આવતા તેઓ 6 વાગ્યાથી રાત્રે 11.30 સુધી વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા હતા છતાં તેમનો નંબર આવ્યો નહોતો.

વડોદરા શહેરના મેયર નિલેષ રાઠોડે જણાવ્યું હતું કે, આઇટીઆઇના શિક્ષકોને અંદાજ નહોતો કે, એડમિશન માટે પહેલા દિવસે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપીને તુરંત જ લિસ્ટ બહાર પાડવાનું હતું. આ વાતની જાણ એબીવીપીના કાર્યકરોને થતાં તરસાલી આઇટીઆઇ ખાતે હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું.

જો કે, વિદ્યાર્થીઓએ પહેલા દિવસે જ ધસારો કર્યો હતો અને પહેલા દિવસે જ 370થી 380 જેટલા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. જેથી વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને રાહ જોવી પડી હતી.જો કે, એડમિશન પ્રક્રિયા અટવાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.