રાજકોટ (Rajkot );રાજકોટ શહેરમાં શનિવારની રાત્રે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના ન્યુ સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકને છ શખસે ધોકા અને પાઈપથી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો.
મળતી જાણકારી મુજબ ,,ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની બહેનની સગાઈ છ માસ પહેલા આરોપી નૌશાદ સાથે થઈ હતી. નૌશાદ રંગરૂપે કાળો હોવાથી ફરિયાદીના મોટા ભાઈ મોહસીન આદમાણી (ઉં.વ.31)ને તે ગમતો ન હતો.
જેથી મોહસીનને તે સગાઈ રાખવી ન હોવાથી વાતચીત કરવા ફરિયાદી સાથે નૌશાદના ઘરે બાઈકમાં ગયા હતાં. આરોપીના ઘરે કોઈ વાતચીત થાય તે પહેલાં જ લાકડાના ધોકા સાથે સજ્જ આરોપીઓએ મોહસીન પર હુમલો કર્યો હતો . આ વાતથી ઉશ્કેરાયેલો નૌશાદ તેના 5 સાગરીત સાથે મોહસીનના ઘરે ઘૂસ્યો હતો અને ધોકાથી ફટકારી તેનું ઢીમ ઢાળી દીધું હતું.
જેમને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા અને ટીમ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રથમ આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302ની કલમનો ઉમેરો કરી પોલીસે 5 આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.