મમ્મીની સાથે મામાના ઘરે જતી બે દીકરીઓને રસ્તામાં નડ્યો અકસ્માત…માસુમ દીકરીઓના ઘટના સ્થળે મોત.

હાલમાં અકસ્માતની ઘટના ખુબ જ બની રહી છે,હાલ ભાવનગરના મહુવામાં અકસ્માતનો બનાવ સામે આવી રહ્યો છે,મહુવા બાયપાસ હાઈવે પર ટ્રક અડફેટે એકટીવા આવી જતા મામાને ઘરે જઈ રહેલ બે બાળકીના મોત નિપજ્યા હતા.

​​​​​​​મહુવા નાગરિક બેંકના બ્રાંચ મેનેજર રાજુભાઇ ખીમાણી ના પત્ની  40 વર્ષના ભારતીબેન અને તેમની બે દિકરીઓ 12 વર્ષની  દેવાંગી, અને 7 વર્ષની યાત્રી એક્ટીવા ઉપર મામાના ઘરે તરેડ જઇ રહ્યાં હતા, તેવા સમયે નવ નાળા પછીના ઢાળ ઉપર પાછળથી અજાણ્યા ટ્રક ચાલકે ટલ્લો મારતા અકસ્માત થયો હતો, જેમાં દેવાંગીનું ઘટના સ્થળે જ કરૂણ અને કમાટી ભર્યુ મૃત્યુ થયું  હતું,તથા ભારતીબેન અને  દીકરી યાત્રીને ગંભીર ઇજા થતા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જયા સારવાર દરમિયાન યાત્રીનું મૃત્યુ થવા પામેલ છે.

બે બાળકીઓના મૃત્યુ થતા પી.એમ. માટે જનરલ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા છે, બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી જઇ,અજાણ્યા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.બે વહાલસોયી લાડકી દીકરીના મૃત્યુ થતા ખરક સમાજમાં ખુબ જ શોકની લાગણી જોવા મળી હતી.