ગાંધીનગર(Gandhinagar):આજ કાલ આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે,ગાંધીનગરના સેકટર – 24 શાક માર્કેટમાંથી 17 વર્ષના સગીરની શંકાસ્પદ હાલતમાં તાડપત્રી બાંધવાના લાકડા દંડાનાં સહારે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતાં આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ,જન્માષ્ટમીનાં તહેવાર નિમિત્તે સેકટર – 24 નાં હનુમાન મંદિર ખાતે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેથી સગીર તેના મિત્રો સાથે મોડી રાત સુધી ગરબા ગાયા હતા. બાદમાં સગીરને દીકરાને તેના પિતા ઘરે લઈ ગયા હતા. જો કે સગીર પાછો ઘરેથી નીકળી ગયો હતો. જે અડધી રાત સુધી પરત નહીં ફરતા પરિવારને એમ હતું કે, તે ગરબા રમી રહ્યો હશે.
સવારે લોકો મોર્નિંગ વોક માટે નિકળેલા તો જળ સાથે આયુવક ની લાશ ગળેફાંસો લગાવેલી જોઇને ડરી ગયા હતા,નાવની જાણ થતાં પીથાજી સહિતના પરિવારજનો પણ શાક માર્કેટ દોડી આવી પોલીસને જાણ કરવામાં આવી હતી.,શાક માર્કેટમાં બે ગલ્લાની વચ્ચે બાંધેલ તાડપત્રીનાં લાકડાંના દંડાએ સ્પોર્ટ્સ ટી શર્ટ વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસ બાદ તેમજ પરિવારજનોની પૂછપરછ બાદ પણ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી,યુવક નું આમ અચાનક આવું પગલું ભરવાથી પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.