યુવતીએ બ્રેકઅપ કર્યું તો યુવકે ચપ્પુના ઘા ઝીંકીને કરી નાખી હત્યા,ઘટના સાંભળીને ધ્રુજી જશો.

હાલમાં પ્રેમ પ્રકરણને લીધે ખુબ જ ન બનવાની ઘટના સામે આવી રહી છે,હાલ એક આવી જ ઘટના ગોવા માંથી સામે આવી રહી છે,જે જાણીને તમારું હૃદય થંભી જશે,ઘટનામાં યુવતીએ પ્રેમ પ્રકરણને આગળ વધારવાની ના પાડી દીધી હતી. જેના કારણે તેના પ્રેમીએ તેની હત્યા કરી અને તેના મૃતદેહને મહારાષ્ટ્રના અંબોલી ઘાટ પર લઈ જઈને દાટી દીધી.

મળતી માહિતી પ્રમાણે કામાક્ષી  2 દિવસ થી ગુમ હોવાને લીધે 30 ઓગસ્ટના રોજ, કામાક્ષીના ભાઈએ પરવારી પોલીસ સ્ટેશનમાં તેની બહેનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ બે દિવસથી આ મામલે તપાસ કરી રહી હતી.

પરિવારજનોએ 22 વર્ષના  પ્રકાશ ચુંચવાડ પર શંકા વ્યક્ત કરી હતી. જે બાદ પોલીસે ગુરુવારે રાત્રે પ્રકાશને કસ્ટડીમાં લીધો હતો અને પૂછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં તે કંઈ કબુલ કરી રહ્યો ન હતો,પરંતુ પોલીસે એટલી કડકાઈથી કાર્વાહી કરી કે તેને તેનું કારનામું કબુલ્યું હતું.

પ્રકાશે પોલીસ સામે કબુલાત કરી હતી કે, તે કામાક્ષીના ફ્લેટમાં ગયો અને તેણીની ચાકુ મારીને હત્યા કરી, પછી તેના મૃતદેહને અંબોલી ઘાટ પર લઈ ગયો અને તેને જમીનમાં દાટી દીધો.  પ્રકાશે પોલીસને કામાક્ષી સાથે આવું કરવાનું કારણ જણાવતા કહ્યું કે, કામાક્ષીએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું હોવાથી તેણે આવું કર્યું હતું.

બાદમાં પોલીસે કામક્ષીનો મૃતદેહ શોધી તેને પીએમ માટે મોકલી આપ્યો હતો,કામાંક્ષીનું આવી રીતે અચાનક મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં સારી પડ્યો હતો.