રાજકોટ(Rajkot):રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,નાની નાની ઉમરે ખુબ જ એટેક આવી રહ્યા છે,હાલમાં હાર્ટ એટેકનો બનાવ રાજકોટમાંથી સામે આવી રહ્યો છે,૨૪ વર્ષીય યુવકને એટેક આવી જતા મોત થયું હોવાની માહિતી મળી રહી છે.
વધારે મળતી માહિતી પ્રમાણે, યુવકનું નામ મુકેશ વઘાસિયા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. મુકેશ એક કારખાનામાં કામ કરતો હતો.,મુકેશને કારનામા જ એટેક આવી ગયો હતો,મુકેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મુકેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
જુવાન દીકરાને હાર્ટ એટેક આવી જતા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,હાલ માં નાની નાની ઉમરે એટેક આવવાની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે.