ગાંધીનગરમાં કબૂતરને બચાવવા જતા 13 વર્ષના માસુમ પાટીદાર બાળકનું કરુણ મોત.

ગાંધીનગર(Gandhinagar):રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક ગાંધીનગરમાંથી મોતના સમાચાર સામે આવ્યા છે,ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં  ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં ધોરણ – 8 માં અભ્યાસ કરતો 13 વર્ષીય કિશોરનું નીચે  પડી જતા  અકાળે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે,સંદીપભાઈનો 13 વર્ષીય પુત્ર નિરવ ધોરણ – 8 માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ જ નિરવ સોસાયટીમાં નીચે મિત્રો સાથે રમવા માટે જતો હતો.,જ્યાં લિફ્ટની ડકટમાં કબૂતર ફસાયેલું હતું અને તરફડિયાં મારી રહ્યું હતું,જેને જોઇને નિરવે કબૂતરને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યાં લિફ્ટની બાજુની બારીમાં લાગેલી શીટ પર પગ મૂકતાં જ નિરવ લીફ્ટની ડક્ટમાં નીચે પડી ગયો હતો, અને ગંભીર ઈજાઓ થવાથી નિરવનું અકાળે અવસાન થયું હતું.

આ સમાચારથી પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો,ધાબા પરથી ડક્ટ પર પગ મૂકવાથી નીચે પટકાતા રાજદીપ એન્ટરપ્રાઇઝનાં માલિકના એકના એક પુત્રનું પણ અકાળે અવસાન થયું હતું.,માતા પિતા માટે ખુબ જ ચેતવણીરૂપ કિસ્સો છે.