કબરાઉ મોગલધામમાં માં છે હાજર હજૂર,રાજકોટના પાયલબેનને 11 વર્ષે જોડિયા બાળકો આપ્યા,માનતા પૂરી કરવા ચડાવ્યા આટલા રૂપિયા.

ગુજરાતમાં મોગલધામ ખુબ જ પ્રખ્યાત છે,ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. કહેવાય છે કે, જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય.

ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઉમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે.

કચ્છના કબરાઉમાં બિરાજમાન મા હજરાહજૂર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે. સૌથી મહત્ત્વનું છે કે, આ મંદિરમાં દાનપેટી જ નથી. અહીં એકપણ રૂપિયાની દાન-દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી.

કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉ ગામે આવેલો મા મોગલનું મંદિર લાખો લોકોના આસ્થાનું પ્રતીક છે. વડવાળા મોગલ તરીકે ઓળખાતા આ મોગલધામ ખાતે દરરોજ હજારો લોકો શીશ નમાવે છે તો રવિવારે મંદિર બહારનો વિશાળ મેદાન વિવિધ જિલ્લાઓથી આવેલી ગાડીઓથી ભરાઈ જાય છે.

રાજકોટથી આવેલા પાયલબેન પ્રકાશભાઈ ખીમસુરિયા કહે છે કે, તેમણે મોગલ માતાજીની માનતા રાખી હતી તો તેમને ત્યાં 11 વર્ષે બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો અને તેઓ માનતા પૂરી કરવા માટે કાબરાઉ મોગલધામ આવ્યા હતા. જ્યાં બિરાજમાન સામતબાપુએ માનતાએ સ્વીકારી હતી.