મીની ટેમ્પોએ 19 વર્ષનાં યુવાનને લીધો અડફેટે, ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર કપડાં લેવા જઈ રહેલા એક બાઈક ચાલક યુવકને મીની ટેમ્પોએ અડફેટે લેતા અકસ્માત સર્જાતા બાઈક ચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યુ હતુ. હાલ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે. મળતી માહિતી અનુસાર અકસ્માત ટેમ્પો ચાલકની ભુલને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 વર્ષીય મિલન ગુબડીયાનું કરુણ મોત થયું છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પોચાલક ફરાર થયાનું સામે આવ્યું છે.

અકસ્માત થતા તેની જાણ તાત્કાલીક ધોરણે પોલીસને કરવામાં આવી હતી. રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલ યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યું છે. આથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે ધરમપુર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુરથી ધામણી જતા રોડ પર બીલપુડી BRS કોલેજ પાસે છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યુ હતું.

આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતમાં મોતને ભેટનાર યુવક મિલનભાઈ રડકિયાભાઈ ગુબડીયા ઉંમર 19 વર્ષ ધરમપુરના ફૂલવાડી ગામનો હતો. જે ધરમપુર કપડા લેવા જઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારને સાંત્વના આપી હતી. અકસ્માત સર્જ્યો બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માત ટેમ્પો ચાલકની ભુલને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 વર્ષીય મિલન ગુબડીયાનું કરુણ મોત થયું છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પોચાલક ફરાર થયાનું સામે આવ્યું છે. અકસ્માત થતા તેની જાણ તાત્કાલીક ધોરણે પોલીસને કરવામાં આવી હતી.