રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, રિક્ષા ચાલક સાથે ઘટના સ્થળે જ થયા 3 લોકોના મોત

ભાવનગર: આજે મહુવા નેશનલ હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ અચાનક થયેલી મોતને કારણે ત્રણેવનાં પરિવારમાં આક્રંદ અને આક્રોશનો માહોલ છવાયો છે. રિક્ષા ચાલકની સાથે બે શિક્ષકો પણ સવાર હતાં જેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે.

સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને કરવામા આવી હતી અને અકસ્માતમા મૃત પામેલ ત્રણેય લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે મહુવા નેશનલ હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જેમાંથી બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઇ રહી હતી. પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ મોતને ભેટી ગઇ છે. રાજ્યમાં અકસ્માતની ઘટના વારંવાર જોવા મળે છે. ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે.

ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી. રિક્ષા ચાલકની સાથે બે શિક્ષકો પણ સવાર હતાં જેઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને કરવામા આવી હતી અને અકસ્માતમા મૃત પામેલ ત્રણેય લોકોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા પરંતુ તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનાર રિક્ષા ચાલકના 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા પરંતુ તેના પહેલા જ તેનું અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતમાં મૃત પામેલ મૃતકોના ઘરમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. આજે ભાવનગર ઉપરાંત રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના ફુટેઝ સામે આવી રહ્યાં છે.

જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી રિક્ષાના ચાલક અને તેમાં બેઠેલી બંને શિક્ષિકાના મોત નીપજ્યા છે. જેના કારણે ત્રણેવ પરિવારમાં આક્રોશ સાથે આક્રંદ ફેલાઇ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો. રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો.