સુરેન્દ્રનગરના વડગામમાં તલવારના ઘા ઝીંકી 19 વર્ષીય યુવકની હત્યા કરાઈ.

સુરેન્દ્રનગર(surendranagar):રાજ્યમાં દિવસે ને દિવસે હત્યાના બનાવ ખુબ જ બનાવ બની રહ્યા છે,સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાની ઘટના બની છે,ગાડીમાં આવેલા શખ્સોએ 19 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે.

પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને  હત્યા કરવામાં આવી છે. હાલ  પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો. જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડી લઈને જતા રહ્યા હતા.

જે બાદ રાહુલને સારવાર અર્થે  હોસ્પિટલમાં ખસેડાયો હતો ,જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે  તેને મૃત જાહર કર્યો હતો.