દુનિયામાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનો ખિતાબ હવે સુરતમાં આવેલ એક બિલ્ડિંગના નામે ..

સુરત (Surat ):સુરતને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે અને  દુનિયાની રત્ન રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દુનિયાના 90 ટકા હીરા તૈયાર થાય છે.દુનિયામાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનો ખિતાબ અમેરિકાના રક્ષા વિભાગના હેડક્વાર્ટર ભવન પેટાંગનના નામે હતો પરંતુ  હવે સીએનએનના એક રિપોર્ટ અનુસાર આ ઉપલબ્ધિ ગુજરાતના સુરતમાં આવેલ એક બિલ્ડિંગે લઈ લીધી  છે.

સીએનએનના રિપોર્ટ અનુસાર, 15 માળની આ બિલ્ડિંગ એક એકર જમીનમાં ફેલાયેલી છે અને તેમાં નવ આયતાકાર બિલ્ડિંગ છે, જે તમામ એક સેન્ટ્રલ સ્પાઈન સાથે જોડાયેલ છે. વિશાળ પરિસરનું બાંધકામ કરનારી કંપની અનુસાર, તેમાં 7.1 મિલિયન વર્ગ ફુટથી વધારે ફ્લોર સ્પેસ સામેલ છે.

આ ઈમારતનું બાંધકામ કરવામાં ચાર વર્ષ લાગ્યા હતા. આ ઈમારતનું સત્તાવાર ઉદ્ધાટન આ વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે.એવું કહેવાય છે કે, આ બિલ્ડિંગમાં 65,000થી વધારે હીરા પ્રોફેશનલ્સ કામ કરી શકશે, જેમાં પોલિશર્સ, કટર્સ અને વેપારીઓ વગેરે સામેલ છે. તેને વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે બનાવવામાં આવ્યું છે. આ ઈમારતને સુરત ડાયમંડ બોર્સ નામ આપવામાં આવ્યું છે.

ગઢવીએ કહ્યું કે, તમામ ઓફિસ નિર્માણ પહેલા હીરા કંપનીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.