સુરત (Surat ): શહેરોમાં આર્થિક સંકડામણને કારણે આપઘાતના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે . 26 વર્ષીય યુવકે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી આપઘાત કરી લીધો હતો. મળતી જાણકારી મુજબ ,અમરેલીના હરીપુરાના વતની અને યોગીચોક સાવલીયા સર્કલ શિવપુજન એપાર્ટમેન્ટમાં રહેતા અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા (ઉ.વ.26) અલગ અલગ ધંધામાં નિષ્ફળતા બાદ હાલ ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો.
જોકે તેમાં પણ ફાવટ ન આવતા અંકિત હતાશ થઈ ગયો હતો .રાત્રે તે ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન એપાર્ટમેન્ટના પાછળના ભાગમાંથી બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે સ્મીમેર આવ્યા હતા. અલગ અલગ ધંધા અને ત્યારબાદ ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા મળતા યુવકે જીવન ટુંકાવી લીધું હતું.
બિલ્ડીંગના પાછળના ભાગેથી બેભાન હાલતમાં મળતા યુવકને સ્મીમેર લવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતા હોસ્પિટલ પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં અંકિતભાઈએ ટેરેસ પરથી ચોથા માળેથી પડતું મુકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.