ગાંધીનગરમાં મિત્રો સાથે ધાબા પર બેઠેલા 26 વર્ષના યુવકનું 12માં માળેથી નીચે પડતા મોત.

ગાંધીનગર(Gandhinagar):હાલમાં દિવસે ને દિવસે નાની ઉમરના મૃત્યુના સંચાર ખુબ જ વધી રહ્યા છે,ન્યૂ ગાંધીનગર વિસ્તારના રાયણસમાં આવેલી વિનાયક સ્કાય ડેક નામની સ્કીમના 12માં માળેથી પટકાતા યુવકનુ મોત થયુ હતુ. યુવક તેના મિત્રોના ઘરે ગયો હતો અને જ્યારે નીચે ઉતરતો હતો, ત્યારે  પગ લપસી જતા પટકાતા તેનુ મોત થયુ હતુ.

26 વર્ષિય રાજ પ્રવિણભાઇ ચૌધરી  રાયસણમાં આવેલી વિનાયક સ્કાય ડેક નામની સોસાયટીમાં રહેતા તેના મિત્રના ઘરે ગયા રવિવારે ગયા હતા, સોસાયટીમાં તેના મિત્ર અર્જુનસિંહ સરવૈયા અને દિવ્યરાજસિંહ ચૌહાણ 12મા માળે આવેલા પેન્ટહાઉસમાં બેઠા હતા.,ત્યારે રાજ સહિતના મિત્રો નીચે ઉતરતા હતા, ત્યારે અચાનક જ  રાજનો પગ લપસી ગયો હતો અને સીધો જ ડક્ટની જગ્યામા પડી ગયો હતો.

12મા માળેથી નીચે પટકાતા યુવકનુ સ્થળ પર જ મોત થઇ ગયુ હતુ. બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશનું પંચનામું કરી જરુરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.