રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો ક્યારે બાંધવી રાખડી???દ્વારકા, ડાકોર, અંબાજીમાં ક્યારે ઉજવાશે પૂનમ?

શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તે મામલે મતમતાંતર છે.કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે ૩૦ ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે.

શક્તિપીઠ અંબાજી, ડાકોર અને દ્વારિકામાં આ વખતે ૩૧ ઓગસ્ટના રોજ શ્રાવણી પૂનમની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધનની જાહેર રજા ભલે 30 ઓગસ્ટના હોય પણ ધાર્મિક રીતે તેને 31 તારીખે મનાવવામાં આવશે. જોકે, દ્વારિકામાં 30મી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યા બાદ કાળિયા ઠાકોર એટલેકે, ભગવાનની જનોઈ બદલવાની વિધિ કરવામાં આવશે. જ્યારે ત્યાં પૂનમ 31 ઓગસ્ટે જ મનાવવામાં આવશે.

જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં એક જ્યોતિષીએ જણાવ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહી એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ ૩૦ ઓગસ્ટની સવારે ૧૦:૫૮થી ૩૧ ઓગસ્ટની સવારે ૭:૫૮ સુધી ની રહેવાની છે.ધાર્મિક રીતે 31 ઓગસ્ટને ગુરુવારના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને આખો દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે.

તેના મુખ્ય કારણો એવા છેકે, સવારે સૂર્યોદય સમયે 6.22 મિનિટે પૂર્ણિમા તિથિ છે. જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે. એજ કારણ છેકે, અંબાજી, ડાકોર, દ્વારિકા સહિતના ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં 31 ઓગસ્ટના રોજ જ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે