29 વર્ષીય એન્જિનિયર યુવકે ઘરછોડીને આવેલી 17 વર્ષની તરુણીનો વિશ્વાસ જીતી બળાત્કાર કર્યો

મુંબઈ (Mumbai): હવે તો નાના નાના ગામડા અને નાના શહેરો માંનો પણ  બળાત્કાર અને અપહરણ જેવા બનાવો સામાન્ય બનાવ જેમ સામે આવવા લાગ્યા છે એવામાં બળાત્કારનો વધુ એક બનાવ સામે આવ્યો છે . મધ્ય મુંબઇમાં રહેતી પીડિતાને ૨૩ જુનના તેની માતાએ અમૂક કારણસર ઠપકો આપતા તે રિસાઇને ગુસ્સામાં રાત્રે ૧૦ વાગ્યે ઘર છોડીને ચાલી નિકળી હતી.

સગીરાએ કહ્યું હતું કે તે ઘરેથી ભાગી ગયા બાદ મરિન ડ્રાઇવના પ્રોમેનેડ પર રડતી બેઠી હતી ત્યારે એક અજાણી વ્યક્તિ તેની પાસે આવી હતી અને તેને સાંત્વન આપી તેનો વિશ્વાસ જીત્યો હતો. દરમ્યાન સગીરાના મિત્રોએ તેનો સંપર્ક કર્યો અને તેને પાછા ઘરે લઇ આવ્યા હતા. આ ઘટના બાદ બીજા દિવસે અજાણી વ્યક્તિએ સગીરા ને  ફોન કર્યોહતો અને મળવા બોલાવી હતી. અહીં આ વ્યક્તિ તેને ફોસલાવીને તેના મલબાર હિલના ઘરે લઇ ગયો  હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ સમગ્ર ઘટનાનું તેણે રેકોર્ડીગ પણ કરી લીધુ ંહતું. ત્યાર બાદ આ વીડિયોનો ડર બતાવી આરોપીએ વચ્ચેના સમયમાં સગીરા પર અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ વીડિયો આરોપી વાયરલ કરી દેશે તેવા ડરથી સગીરાએ આ વાતની જાણ કોઇને કરી નહોતી. પણ ૧ જુલાઇના પીડિતાના પેટ અને ગુપ્તભાગમાં અસહ્ય  દુખાવો  ઉપડતા તેણે આ બાબતની જાણ પરિવાર જનોને કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર સગીરા અને આરોપી બન્ને એક બીજાથી સાવ અપરિચિત હતા.

આ બાબતે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં શનિવારે ફરિયાદ કરવામાં આવતા પોલીસે અપહરણ, સ્ટોકિંગ અને બળાત્કાર અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.