સુરતના વેસુમાં નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળેથી પટકાતા યુવકનું મોત: 6 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

સુરત (Surat):સુરત શહેર માં રોજેરોજ અવનવા અકસ્માતો સામે આવે છે એવામાં સુરત વેસુના એક નવનિર્મિત બિલ્ડિંગના બીજા માળેથી પટકાયેલા 6 સંતાનોના પિતાનું કરુણ મોત નીપજ્યું હતું.મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનનો રહેવાસી 42 વર્ષીય રમણભાઈ રુપસિંગ નિનામા બે દિવસ પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. રમણભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા .

રમણભાઈ વેસુમાં રઘુવીર કોમ્પલેક્સ નામના નવનિર્મિત બાંધકામમાં મજૂરી કામ કરતા હતા. બે દિવસ પહેલા જ આવ્યા હોવાથી માલિક દ્વારા તેમને બિલ્ડિંગમાં જ રહેવાની વ્યવસ્થા કરી હતી રમણભાઈના પરિવારમાં પત્ની, ત્રણ દીકરી અને ત્રણ  દીકરા છે. સુરતમાં આ તમામ બાંધકામની સાઇટ પર જ રહેતા હતા.. ગતરોજ રાત્રે રમણભાઈએ પરિવાર સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ બીજા માળે ગયા હતા.રાત્રે પરિવાર સુય રહ્યું હતું, ત્યારે રાતે 10 વાગ્યે કંઈ નીચે પડ્યું હોવાથી પરિવાર ઊંઘમાંથી જાગી ગયું હતું. નીચે જઈને જોતા રમણભાઈ ગંભીર હાલતમાં મળ્યા હતા.

સાથી મજૂરો દ્વારા રમણભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, ફરજ પરના તબીબે રમણભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં બિલ્ડિંગના માલિક પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.રમણ વસાવાના અકસ્માત મોતને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે પરિવારના આધારનું અચાનક મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.