સુરતમાં 3 વર્ષીય બાળકી રમતા રમતા ઘર આંગણે ભરાયેલા ઘૂંટણસમા પાણીમાં ડૂબવાથી થયું મોત …

સુરત (Surat ):ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી છે એવામાં  ડૂબવાથી મોતના  આંકડામાં સતત વધારો થયો છે .મળતી જાણકારી મુજબ ,મૂળ મધ્ય પ્રદેશના અને હાલ મહુવા તાલુકાના તરસાડી ખાતે આવેલ અક્ષત મિલમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા રાજેશભાઈ નીનામાં તેમની પત્ની પૂજા અને 3 સંતાન સાથે મીલના કમ્પાઉન્ડમાં આવેલ રૂમમાં રહેતા હતા.

પતિ- પત્ની બન્ને મજૂરી કામે મીલમાં ગયા હોય દરમિયાન ત્રણેય સંતાનો પૈકી 3 વર્ષીય અંજલિ રાજેશભાઈ નીનામાં અન્ય બાળકો સાથે રમવા માટે ગઈ હતી.અને પાણીમાં પડી જતા બાળકીનો શ્વાસ રૂંધાતા તેની હાલત ગંભીર થઈ હતી. માતા- પિતા તાત્કાલિક બાળકીને ગંભીર હાલતમાં લઈ બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

ઘરઆંગણે પાણીમાં રમતી 3 વર્ષીય બાળકીનું પાણીમાં ડૂબતાં આ ઘટના બની છે. જે ઘટનામાં મોત થયું છે.  ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવાર આક્રંદ કરતું જોવા મળ્યું.