સુરતમાં ઘરમાં ને ઘરમાં મામાનો દીકરો મામુ બનાવી ગયો,ઘટના જાણીને પગ નીચેથી જમીન સરકી જશે.

સુરત(surat):અવાર નવાર છેતરવાની ઘટના સામે આવતી હોય છે,સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,સુરતમાં સગા મામાના દીકરાએ લાખો રૂપિયાની ઠગાઈ કરતાં એક વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મુદ્રા યોજના હેઠળ લોનના બહાને 31 લાખ 90 હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી. લીંબાયતમાં રહેતા એક વેપારીના નામે તેના જ મામાના દીકરાએ 31 લાખ 90 હજાર રૂપિયાની લોન ઉપાડી લીધી હતી, અને બાદમાં તેમણે પોતાની પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી.

મુદ્રા લોનના બહાને યુવકે વેપારી પાસેથી ડોક્યુમેન્ટસ અને સીમકાર્ડ પણ લઈ લીધું હતું. અલગ અલગ ફાઈનાન્સ કંપનીઓમાંથી તેણે ઘણી  લોન લીધી હતી. જ્યારે ફાઈનાન્સ કંપનીઓએ ઉઘરાણી શરૂ કરી ત્યારે વેપારીને જોરદાર ઝટકો લાગ્યો હતો.

આ મામલે વેપારીએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં મામાના દીકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ  કરી  આગળની કાર્યવાહી  શરુ કરી છે.