રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળમાં ટ્ર્સ્ટીઓના વાંકે 40 દિવસમાં 250 જેટલા પશુઓના મોત થતાં લોકોમાં હાહાકાર….

બોટાદ (Botad ): હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડતો હોવાથી રાણપુર શહેરમાં આવેલી પાંજરાપોળમાં ચોમાસાના પાણી ભરાઈ જવાથી ઢીંચણ સુધીનો કાદવ કીચડ થતા પશુઓ આ કીચડમાં અને ગંદકીમા ફસાઈ જતા મોત થયા હતા.  આ પાંજરાપોળમાં નાનામોટા 1500 જેટલા પશુઓ છે. જેનું સંચાલન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે

આ પાંજરાપોળમાં પાણી ભરાઈ રહેતા ઢીંચણસમો કાદવ થઈ જતા  પશુઓ ઊભા ન થઈ શકતા મોતને ભેટ્યા હતા. જેમાં છેલ્લા 10 દિવસમાં 158 પશુઓ મોત ને ભેટતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો.જૂન 2023 માં આ પાંજરાપોળમાં 87 પશુઓ ના મોત થયા હતા. આમ  40 દિવસમાં કુલ 250 જેટલા પશુઓના મોત થતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.જૂન મહિનાના 30 દિવસમાં આ પાંજરાપોળમાં 126 પશુઓ નવા આવ્યા હતા. તેની સામે 87 પશુઓના મોત થયા હતા.

જે પશુઓના નિભાવ માટે દાન માગતા હતા એમને કાદવમાંથી બહાર ન કાઢ્યાં.પાંજરાપોળના કર્મચારી દીપુ મહારાજે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પાંજરાપોળની ગંદકી અને કીચડથી પશુઓના દરરોજ મોત થતા હતા તેની જાણ ટ્રસ્ટીઓને કરતો હતો. પરંતુ ટ્રસ્ટીઓ આ અંગે ધ્યાન ન આપતા હોવાથી આટલા બધા પશુઓના મોત થયા છે.