સુરતના જહાંગીરપુરામાં 38 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર ભાંગી પડયો ..

સુરત (Surat ):  ગામડું હોય કે પછી મોટા શહેરો આપઘાત ના કિસ્સામાં  સતત વધારો જ થતો જાય છે .સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક 38 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક 38 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

જયેશ ઘણા સમયથી મસાની બીમારીથી પીડાતો હતો.જયેશ અપરણિત હતો. જેથી તે તણાવમાં રહેતો હતો.ગત રોજ જયેશે શીવમ હોટલની પાછળ આવેલ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારને જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ જયેશનું મોત નિપજ્યું હતું. જયેશના આપઘાતની ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો અને પરિવારના નિવેદન લીધા હતા. જયેશના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જ્યારે બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે.