સુરત (Surat ): હાલ ગુજરાતમાં અકસ્માત અને હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે છાસવારે કોઈને કોઈ બનાવ સામે આવે છે .મળતી જાણકારી મુજબ , ઓલપાડ પોલીસની હદમાં મુન્ના બિપ્રચરણ દલાઇ (ઉ.વ.41, હાલ રહે. સાયણ સિવાણ રોડ, રિધ્ધી સિધ્ધી રેસીડેન્સી, મકાન નં-94 તા.ઓલપાડ જી.સુરત. મુળ રહે. ગંજામ, ઓરિસ્સા) સાયણ વિસ્તારમાં રિક્ષામાં લોકોને ટિફિન પહોંચાડી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતો હતો.
મુન્ના બિપ્રચરણ દલાઇ સાયણ ગામે રિક્ષામાં જઇ રહ્યો હતો. ત્યારે નંદની આગળ નાની નહેરની નજીક માધર ગામ તરફ જવાનાં રસ્તા ઉપર મારૂતી પાર્ક સોસાયટી પાસે એક બાઇક ચાલક સ્લિપ થઇ ગયો હતો.જેને બચાવવા માટે પોતાની રીક્ષામાંથી ઉતરી બાઇક ચાલકને ઉભો કરતી વેળા મુન્ના દલાઇને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા મુન્ના બિપ્રચરણ દલાઇને સાયણ ખાતે આવેલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ મુન્નાને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. 41 વર્ષીય મુન્ના દલાઈના અકાળે મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. . હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નિપજ્યું હતું ..