અમદાવાદ (Amdavad ):રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હજી અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતના થોડા જ દિવસમાં છે. ત્યા તો અમદાવાદમાં બીજા અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો.
મળતી જાણકારી મુજબ ,ગઈકાલે રાતના 12 વાગ્યા પછીનો આ બનાવ છે. મણીનગર ખાતે એક સિયાઝ કાર પલટી ખાઈ ગઈ હતી. તેમાં ટોટલ ચાર ઇસમો બેઠા હતા. એ તમામ ડ્રીંક કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી કાર ચાલકના વિરુદ્ધમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ ટ્રાફિક પોલીસ સ્ટોશનમાં નોંધવામાં આવ્યો છે.
સ્થાનિકોએ જણાવ્યું કે, બિયરની બોટલો પણ કારમાંથી મળી હતી. કાર ચલાવનાર મુખ્ય આરોપી કેદાર દવે સામે ઇસનપુર ટ્રાફિક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવકો વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ઋત્વિક માંડલિયા, સ્વરાજ યાદવ અને પ્રીત સોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.