રાજકોટ (Rajkot ):હાર્ટ એટેકના બનાવમાં અત્યારે કોને ક્યારે એટેક આવી જાય તેનું જ નક્કી નથી .સાવ નાની ઉંમરના બાળકો ને પણ એટેક આવી જાય છે એવામાં રાજકોટમાં એક ૬૦ વર્ષના કાકા સ્વિમિંગ કરી બહાર નીકળતા અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો ને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ..મૃતક રાજેન્દ્રભાઈ ઠાકર છેલ્લા 15-20 વર્ષથી નિયમિત સ્વિમીંગ સાથે સ્નાનાગારના જાણકાર સભ્ય હતા. તેઓ નિયમિત સ્વિમીંગ પુલમાં સ્નાન કરવા આવતા હતા.
મળતી જાણકારી મુજબ ,રાજકોટ શહેરના લક્ષ્મીવાડી મેઈન રોડ પર રહેતા અને નિયમિત સવારે લોકમાન્ય તિલક સ્નાનાગારમાં નહાવા જતા રાજેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકર (ઉ.વ.60) આજે સવારે સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા હતા અને સ્વિમિંગ કર્યા બાદ તેણે છાતીમાં દુ:ખાવો થતા તેઓ પાળી પર બેસી જતા છાતીમાં દુ:ખાવો થયાનું જણાવતા તુરંત જ પ્રાથમીક સારવાર આપી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી ..
તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફત સાથે બીજા મેમ્બરને મોકલી કરણસિંહજી સ્કુલ પાસેથી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.બનાવના પગલે સ્વિમર પુલના તમામ મેમ્બરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.