વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટના ઇરાદે અમદાવાદના એક યુવકને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો.

અમદાવાદ(AMADAVAD):આજ કાલ વિદેશનો મોહ ખુબ જ વધી રહ્યો છે,બધા જ લોકોનું સપનું બનતું જાય છે વિદેશ જવાનું.,પરંતુ વિદેશમાં ભારતીયની ખુબ જ હત્યા થવા લાગી છે,હાલ વધુ એક વિદેશમાં હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે.,આ ઘટના મેક્સિકોસિટી માંથી સામે આવી રહી છે તેમજ ભારતીય યુવકની ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લેવામાં આવ્યો છે.

38 વર્ષના કેતનભાઇ શાહ જે અમદાવાદ ની અંદર આવેલી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ લિમિટેડનો કર્મચારી હતો, તેની પાસેથી લુટારાએ  10,000 ડોલર ની લૂંટ કરી હતી,ત્યાર પછી આરોપીઓએ કેતનભાઇનો જીવ લીધો હતો.અને આ ઘટનાની અંદર યુવક ના પિતા પણ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે.

19 ઓગસ્ટના રોજ મેક્સિકોસિટી માંથી ઘટના બની હતી. લુંટારાએ કેતનભાઇ શાહ ની કાર ઉપર ગોળી ચલાવી હતી, બાદ તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ ઘટના સાથે પહોંચી આવી હતી અને ત્યાં સુધીમાં કેતનભાઇનું મૃત્યુ થઈ ગયું હતું.

કેતનભાઇની  ગાડી ની અંદર  બેઠેલા તેમના પિતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા,મળતી માહિતી અનુસાર,કેતનભાઇ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્માની સાથે સંકળાયેલા હતા.

એરપોર્ટ ઉપર આવેલા એક ફોરેન એજન્સી સેન્ટરમાંથી 10,000 રૂપિયા ઉપાડ્યા હતા, અને રકમ લઈને તેવો ઘરે જઈ રહ્યા હતા ત્યારે બે બાઈક ઉપર આવેલા ચાર વ્યક્તિઓએ પીછો કરી રહ્યા હતા.,બાઈક ઉપર બેઠેલા વ્યક્તિઓએ કેતનભાઇ શાહ ની ગાડી ઉપર સતત ફાયરિંગ કર્યું હતું અને ઘટનાની અંદર કેતનભાઇનું ગોળી વાગવાવાને કારણે મૃત્યુ થઈ ગયું છે અને લૂંટારું હોય કેતનભાઇને ગાડી રોકવાનું પણ કહ્યું હતું પરંતુ કેતનભાઇ ગાડી રોકી ન હતી તેના કારણે ગોળી ચલાવી હતી.

કેતનભાઈનું મૃત્યુ થતાં બે સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવી છે,આ સમાચારથી પરિવાર ખુબ જ ઊંડા આઘાતમાં ગરકાવ થયો છે.